સોનુ સુદના નામે એમ્બ્યુલન્સ સેવા

તા. 22.01.2021 – હૈદરાબાદમાં સોનુ સૂદના નામથી વધુ એક ફ્રી સેવા શરૂ થઇ છે. આ દર્દીઓ માટેની એમ્બ્યુલન્સ સર્વિસ છે. ખાસ વાત એ હતી કે આ સેવાનું ઉદ્ઘાટન કરવા સોનુ સૂદ ખુદ આવ્યો હતો. આ ખાસ સર્વિસની ખબર સોનુએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે કહ્યું કે તે આ બધું એટલા માટે કરી શક્યો કારણકે તે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયો નથી.

ન્યૂઝ એજન્સીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સોનુ સૂદે કહ્યું કે લોકડાઉનથી લઈને આજ સુધી જેટલી પણ મદદ તે જરૂરિયાતમંદોની કરી શક્યા છે તેની પાછળ એક જ કારણ છે કે તે પોલિટિકલ પાર્ટીથી દૂર રહ્યા. સોનુએ કહ્યું- જો એવું હોત તો મને 100 સવાલ પૂછવામાં આવતા. આ મારો નિર્ણય હતો કે મને લોકો સાથે જોડાવું છે અને મદદ કરવી છે. આ બધું કોઈ જાતિ અથવા ધર્મને લઈને ન હતું, હું સમાજના દરેક વર્ગના લોકો સુધી પહોંચ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *