હાઈપ્રોફાઈલ રેપ કેસમાં કુરિયર કંપનીના માલિક અને હોટલના સંચાલકની ધરપકડ

વડોદરા – શહેરના હાઈપ્રોફાઈલ રેપ કેસમાં વડોદરા પોલીસની ક્રાઈમ બ્રાંચે ગઈકાલે રાત્રે કુરિયર કંપનીના માલિક અને સ્ટેશનની પાછળ આવેલી હોટલ હાર્મનીના સંચાલક કાનજીભાઈ અરજણભાઈ મોકરીયાની ધરપકડ કરતા ખળભળાટ મચી ગયો હતો.

પોલીસનુ કહેવુ છે કે, હરિયાણાની યુવતી પર થયેલા બળાત્કારના કેસમાં કાનજી મોકરીયાની પણ ભૂમિકા હતી. તેણે મુખ્ય આરોપી રાજુ ભટ્ટને ભગાડવામાં મદદ કરી હતી. ઉપરાંત, કોઈ કારણસર પીડિતાના બેંક એકાઉન્ટમાં રુપિયા પાંચ હજાર ટ્રાન્સફર કર્યા હતા.

પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, કાનજી મોકરીયાએ લોકડાઉન દરમિયાન એક મહિના માટે પીડિતાનેે તેની હોટલમાં આશરો આપ્યો હતો.

બીજી તરફ પોલીસની એક ટીમે આરોપી રાજુ ભટ્ટના નિઝામપુરા વિસ્તારમાં આવેલા નિવાસસ્થાનેે દરોડો પાડ્યો હતો. જે દરમિયાન તેના ઘરમાંથી બ્રાન્ડીની એક બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ જપ્ત કરીને રાજુ ભટ્ટ વિરુધ્ધ પ્રોહિબિશનનો વધુ એક અલાયદો ગુનો દાખલ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *