ટી-20 ટુર્નામેન્ટમાંથી ટીમ ઈન્ડિયા OUT થતાં આયોજકોને 1000 કરોડનું નુકસાન

પેપર પેન – ક્રિકેટના ટી-20 વિશ્વકપમાંથી ટીમ ઈન્ડિયા આઉટ થતા જ 135 કરોડ દેશવાસીઓનો હવે, ટુર્નામેન્ટની બાકીની મેચોમાંથી રસ ઉડી ગયો છે. જેના કારણે ટી-20 વિશ્વકપના આયોજકોને મેચ દરમિયાનની જાહેરાતોની રેવેન્યૂમાંથી 1000 કરોડ રુપિયાનું નુકસાન થાય તેવી સંભાવના ઉભી થઈ છે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતુ. જેને કારણે ટીમ ઈન્ડિયા સેમી ફાઈનલમાં પહોંચતા પહેલા જ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી

. હવે, આઈસીસી માટે મોટો સવાલ એ ઉભો થયો છે કે, 135 કરોડની વસ્તી ધરાવતા ભારત દેશની ક્રિકેટ ટીમ ટી-20 વિશ્વકપમાંથી બહાર નીકળી જતા હવે આ ટુર્નામેન્ટની બાકીની મેચોમાં ભારતીય દર્શકોનો કોઈ રસ રહે નહીં. જેને કારણે આયોજકોને મેચ દરમિયાનની જાહેરખબરોમાં 1000 કરોડ રુપિયાનું જંગી નુકસાન જઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *