બગીચાની 143મી બર્થ-ડેનું કેક કાપીને સેલિબ્રેશન

kamati baug vadodara – વર્ષ 1879માં એટલે કે, આજથ 143 વર્ષ પહેલા વડોદરાના કમાટી બાગની સ્થાપના થઈ હતી. આજે કમાટી બાગમાં નિયમીત આવતા મોર્નિંગ વોકર્સે બગીચાની વચ્ચોવચ કેક કાપીને કમાટી બાગની 143મી બર્થ-ડેનું ઉલ્લાસપૂર્વક સેલિબ્રેશન કર્યું હતુ.

બગીચાની બર્થ-ડે ઉજવવાનો આ કદાચ પહેલો પ્રસંગ હશે. વડોદરાના રાજવી શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે શહેરીજનોના મનોરંજન માટે કમાટી બાગનુું નિર્માણ કરાવ્યું હતુ. શહેરની વચ્ચોવચ લગભગ 82 એકર જેટલી વિશાળ જગ્યામાં કમાટી બાગનું નિર્માણ થયુ હતુ. 143 વર્ષથી નગરજનો એની કુદરતી સુંદરતાનો લાભ લઈ રહ્યા છે.

કમાટી બાગમાં ફુલોના બગીચા સાથે દુર્લભ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યુ હતુ. આ એવા વૃક્ષો છે કે, જે કદાચ વડોદરામાં બીજા કોઈ સ્થળે જોવા મળતા નથી. સર સયાજીરાવ મહારાજે કમાટી બાગમાં પ્રાણી સંગ્રહાલય, પ્લેનેટોરિયમ અને મ્યુઝિયમ પણ બનાવડાવ્યા હતા. સાથેસાથે 12 ફૂટના ઘેરાવા વાળી વિશાળ ઘડિયાળ અને બે ફૂટ ઉંચાઈ વાળી જોયટ્રેન પણ મુકાવી હતી.

વડોદરાવાસીઓ માટે આજે પણ સસ્તામાં મનોરંજન મળી રહે તે માટેનું માધ્યમ કમાટી બાગ જ છે. એક જમાનામાં એશિયાનો સૌથી મોટો ગાર્ડન તરીકે કમાટી બાગનું નામ હતુ. આજે 143મી સ્થાપના દિને મોર્નિંગ વોકર્સ ગૃપે કમાટી બાગમાં કેક કાપીને એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *