કોરોના કાળમાં કેનેડા અને ગુજરાતના Socio-Economic Relations વિષે વેબિનાર યોજાયો

વડોદરા – કોરોના મહામારીના કપરા કાળ દરમિયાન ગુજરાત-કેનેડાના Socio-Economic Relations વિષે અમદાવાદના ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી NRG સેન્ટર દ્વારા એક ખાસ વેબિનારનું આયોજન કરવામાં આવ્યો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે કેનેડાના જાણીતા બિઝનેસમેન મુકુંદ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા. વેબિનારમાં ભારતના વિવિધ રાજ્યો તથા વિદેશમાં સ્થાયી થયેલા લગભગ 100 જેટલા NRGએ ભાગ લીધો હતો.

કેનેડામાં 3 લાખથી વધુ ગુજરાતી છે

વેબિનારમાં અમદાવાદના NRG સેન્ટરમાં માનદ સેવા આપતા NRI દિગંત સોમપુરાએ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું હતુ અને વેબિનારમાં ભાગ લેનારા લોકોનું અભિવાદન કર્યું હતુ. અતિથિ વિશેષ મુકુંદ પુરોહિતે જણાવ્યુ હતુ કે, કોરોના મહામારીના કાળમાં માત્ર ભારત કે, કેનેડાની જ નહીં પરંતુ, વિશ્વના તમામ દેશો મુશ્કેલી અનુભવી રહ્યા છે. હાલમાં કેનેડામાં લગભગ સાડા ત્રણ લાખથી વધુ ગુજરાતીઓ વસવાટ કરી રહ્યા છે.

કેનેડામાં હાલમાં લોકડાઉનની સ્થિતિ છે

કેનેડાની સરકાર કોરોના સામેનો જંગ જીતવા માટે કટિબધ્ધ છે. પરંતુ, લોકડાઉનના કારણે વેપાર ધંધાને ભારે નુકસાન વેઠવુ પડી રહ્યુ છે. જોકે, આવા કપરા કાળમાં ગુજરાતી સમાજના લોકો એકબીજાને મદદરુપ થઈ રહ્યા છે. કેનેડાની અનેક ધાર્મિક તથા સામાજિક સંસ્થાઓ ત્યા અટવાયેલા ગુજરાતીઓને બનતી મદદ કરી રહી છે.

વાઈબ્રન્ટ સમિટ બંધ રહેતા કેનેડાથી 200 ડેલિગેશન ગુજરાત આ આવી શક્યાં

કોરોનાના કારણે ગુજરાત અને કેનેડા વચ્ચેના વૈપારીક સંબંધો અટક્યાં છે. આ વર્ષે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પણ યોજાઈ નથી. આ સમિટમાં દરવર્ષે 200થી વધુ ડેલિગેશન કેનેડાથી ગુજરાત આવતા હોય છે. પરંતુ, આ વર્ષે તેઓ આવી શક્યા નથી. લોકડાઉન અને કોરોનાના લીધે કેનેડા અને ગુજરાત વચ્ચેના અનેક બિઝનેસ કરારો પણ પુરા થઈ શક્યા નથી.

સિસ્ટર સિટીનો કરાર હજી પૂરો થઈ શક્યો નથી

અમદાવાદ અને બ્રેમ્પટન જેવા શહેરો વચ્ચે સિસ્ટર સિટીનો કરાર થયો હતો. પરંતુ, આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પણ હાલમાં અભિરાઈ ઉપર છે. તદઉપરાંત, કેનેડાની એક જાણીતી હોસ્પિટલ અને ગુજરાતની કેન્સર હોસ્પિટલ વચ્ચે કેન્સરની ગંભીર બિમારીના ઈલાજ માટેના રિસર્ચનો કરાર થયો હતો પરંતુ, તે પણ હજી પૂરો થઈ શક્યો નથી.

વિઝા મળ્યા છે પણ કેનેડા જવાતુ નથી

અલબત્ત, ગુજરાતથી કેનેડા જવા ઈચ્છુક યુવકો પણ હાલમાં અટવાયા છે. ખાસ કરીને સ્ટૂડન્ટ વિઝા મળ્યા પછી પણ અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ એવા છે કે, જેઓ કેનેડા જઈ શક્યા નથી. ગુજરાતમાં ઘણા યુવાનો એવા પણ છે જેમને કેનેડાનો PR મળી ચુક્યો છે છતાંય હાલની સ્થિતિને કારણે તેમને ગુજરાતમાં જ રહેવુ પડી રહ્યુ છે.

રાજ્ય બહાર રહેતા ગુજરાતીઓને NRG કાર્ડ લેવાની અપીલ

કોરોનાના કારણે ગુજરાત અને કેનેડા વચ્ચેના Socio-Economic Relations પર ખરાબ અસર પડી છે પરંતુ, ભારત અને કેનેડા બંને સરકારો ખૂબ જ સજાગ છે અને આગામી દિવસોમાં આ સ્થિતિ ઉપર કાબુ મેળવી લેવાશે. આ વેબિનારમાં ભાગ લેનારા લોકોને NRG સેન્ટરના દિગંત સોમપુરાએ રાજ્ય સરકારની NRG અંગેની વિવિધ યોજના અંગે માહિતી આપી હતી. તેમણે NRG કાર્ડ વિષે પણ તમામને માહિતી આપી હતી. રાજય કે, દેશની બહાર સ્થાયી થયેલા તમામ ગુજરાતીઓએ NRG કાર્ડ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવુ જોઈએ તેવી અપીલ પણ તેમણે કરી હતી.

One thought on “કોરોના કાળમાં કેનેડા અને ગુજરાતના Socio-Economic Relations વિષે વેબિનાર યોજાયો

  1. Very interesting and informative article. First time heated about vibrant submit. I am very thankful to paper pen on providing excellent details on socio economic relations between India and Canada.

Comments are closed.