વર્ષ 2021માં ભારતનો GDP 11.5 ટકા થવાની સંભાવના

દિલ્હી – વર્ષ 2020 દરમિયાન વૈશ્વિક અર્થતંત્રને ઈતિહાસનો સૌથી મોટો ફટકો પડ્યો છે. પરંતુ, ભારતે હાશકારો અનુભવવાની બાબત એ છે કે, વર્ષ 2021માં ભારતનો જીડીપી 11.5 ટકા થવાની સંભાવના છે.

આ આગાહી ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે કે, આઈએમએફ દ્વારા કરવામાં આવી છે. આઈએમએફ દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે કે, ભારત ખૂબ જ ઝડપથી અર્થતંત્રમાં રિકવરી લાવી રહ્યો છે.

આ ઝડપને જો આંકવામાં આવે તો વર્ષ 2021માં ભારતનો GDP 11.5 ટકા થવાની સંભાવના છે.