
તા. 22.01.2021 – વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં આજે ડોક્ટરો, મેડિકલ તથા પેરામેડિકલ સ્ટાફના કુલ 100 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. ખાનગી હોસ્પિટલમાં યોજાયેલા રસીકરણ કેમ્પમાં 89 વર્ષના વયોવૃધ્ધ ડોક્ટરે પણ રસી મુકાવીને સહકર્મચારીઓને રસીકરણની પ્રેરણા આપી હતી.
ભાયલાલ અમીનના નર્સીગ સ્ટાફ અને ડોક્ટરોને આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા રસી આપવામાં આવી હતી. સવારે હોસ્પિટલના એક વોર્ડમાં સરકારની ગાઈડ લાઈન મુજબની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોનાના ફ્રન્ટ લાઈન વોરિયર્સ ગણાતા હોસ્પિટલના સ્ટાફે રસી લઈને આનંદ વ્યક્ત કર્યો હતો. હોસ્પિટલના સૌથી સિનિયર ડોક્ટર 89 વર્ષના રોહિત ભટ્ટે પણ વેક્સિન લીધી હતી. જ્યારે ટ્રસ્ટી બરખ અમીને રસી વિષે ફેલાઈ રહેલી અફવાઓનું ખંડન કર્યું હતુ અને પોતે પણ રસી મુકાવી હતી.
HFxOVSXARtnh