પોપ સિંગર રિહાનાનો વધુ એક વિવાદ, ટોપલેસ ફોટોશૂટમાં ભગવાન શ્રી ગણેશજીનું પેન્ડલ પહેર્યું

મૂંબઈ – ખેડૂત આંદોલન વિષે વિવાદાસ્પદ Tweet કરનારી પોપ સિંગર રિહાના ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે તેનુ ટોપલેસ ફોટોશૂટ ભારતમાં ખૂબ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર ભારતના લોકો તેના વિરુધ્ધમાં જબરદસ્ત રોષ ઠાલવી રહ્યા છે.

વાત એમ છે કે, તાજેતરમાં રિહાનાએ કોઈ જાહેરાત માટે ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું હતુ. જેમાં તેણે ગળામાં ભગવાન શ્રી ગણેશજીનું પેન્ડલ પહેર્યું હતુ. આ ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થયા હતા. રિહાનાની આવી હરકતથી હિન્દુઓ નારાજ થયા હતા અને લાખો હિન્દુઓએ સોશિયલ મીડિયામાં રિહાનાની આકરી ઝાટકણી કાઢી હતી.