ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂરી, ટૂંક સમયમાં જ ઉમેદવારોના નામોની ઘોષણા થશે

વડોદરા – ગુજરાતમાં યોજાનારી મહાનગર પાલિકા, પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચુંટણી લડવા માટે ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટયો છે. એક એક સીટ ઉપર પચાસ-પચાસ દાવેદારોએ ટિકિટની માંગણી કરી છે. આવા સંજોગોમાં ભાજપના મોવડી મંડળ માટે ઉમેદવાર સિલેક્ટ કરવાની જવાબદારી કપરી બની છે.

હાલમાં દરેક સીટ ઉપર ઉમેદવારોની પસંદગી કરવા માટે ભાજપની પાર્લામેન્ટર બોર્ડની બેઠક યોજાઈ હતી. આજે આ બેઠક પૂરી થઈ જતા ટૂંક સમયમાં જ ભાજપના ઉમેદવારોના નામો જાહેર થશે.

ઉમેદવારોની યાદી જાહેર થતાની સાથે જ જેની ટિકિટ કપાઈ હશે એ દાવેદારો તથા તેમના સમર્થકો નારાજગી વ્યક્ત કરે તેવી સંભાવના છે. ટિકિટ નહીં મળવાને બદલે કેટલાક કાર્યકરો બળવો પણ કરે તેવી આશંકા નકાર શકાતી નથી. આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભાજપના નેતા ડેમેજ કંટ્રોલ માટે સજ્જ થઈ ચુક્યા છે.