
ન્યુઝ ડેસ્ક – સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારીના સંકટ સામે લડી રહ્યુ છે ત્યારે ભારતમાં હવે, કોરોનાની વેક્સિન ખાનગી દવાખાનાઓમાં પણ મળતી થઈ ચુકી છે. ગુજરાત સરકારે આજે કોરોનાના વેક્સિનના ભાવ જાહેર કર્યા હતા. રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, 60 વર્ષથી વધુ વયના તમામ લોકો અને 45 વર્ષથી વધુ વયના અન્ય કોઈ બિમારી ધરાવતા વ્યક્તિઓને સરકારી દવાખાનામાં કોરોનાની રસી મફતમાં આપવામાં આવશે.
જો કોઈને ખાનગી હોસ્પિટલમાં કોરોનાની રસી મુકાવવી હોય તો 250 રુપિયા ચુકવવા પડશે. જેમાં રસીની કિંમત 150 રુપિયા અને હોસ્પિટલનો એડમિનિસ્ટ્રેશન ચાર્જ 100 રુપિયા રહેશે. આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમત 88.31 રુપિયા રહ્યો હતો. આમ જોવા જઈએ તો કોરોનાની રસીની કિંમત દોઢ લીટર પેટ્રોલની કિંમત બરાબર છે.