28મી ફેબ્રુઆરી સુધી રાત્રે 12 થી સવારે 6 સુધી કરફ્યુ

અમદાવાદ – કોરોનાના કારણે ગુજરાતના મહાનગરોમાં લગાવવામાં આવેલો રાત્રિ કરફ્યુ હવે લંબાવવામાં આવ્યો છે. આશા હતી કે, 15મી ફેબ્રુઆરીના રોજથી રાત્રિ કરફ્યુ નાબુદ કરવામાં આવશે. પરંતુ, આજે સરકાર તરફથી ઘોષણા કરવામાં આવી હતી કે, 28મી ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યુ લંબાવવામાં આવશે.

જોકે, રાત્રિ કરફયુનો સમય બદલીને રાત્રે 12.00 વાગ્યાથી સવારે 6.00 વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હાલમાં રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે. ચૂંટણી પ્રચાર માટે મોડીરાત સુધી ઉમેદવારો વિવિધ વિસ્તારોમાં ફરીને મિટીંગ યોજતા હોય છે. કરફ્યુનો સમય 12.00 વાગ્યાનો કરવાથી ચૂંટણીના પ્રચારને કોઈ મોટી અસર નહીં પડે.

One thought on “28મી ફેબ્રુઆરી સુધી રાત્રે 12 થી સવારે 6 સુધી કરફ્યુ

Comments are closed.