મુંબઈની હોસ્પિટલમાં કરિનાએ પુત્રને જન્મ આપ્યો

મુંબઈ – માયાનગરી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આજે સવારે જાણીતી બોલિવુડ એક્ટ્રેસ કરિના કપૂરે પુત્રને જન્મ આપ્યો હતો. કરિના ગઈકાલે સાંજે હોસ્પિટલમાં દાખલ થઈ હતી અને આજે સવારે ડોક્ટરોએ તેની ડિલીવરી કરાવી હતી. કરિના તથા તેના પુત્રની તબિયત સારી હોવાનુ ડોક્ટરોએ પત્રકારોને જણાવ્યુ હતુ.

કરિના કપૂરે આજે બીજા દીકરાને જન્મ આપ્યો હતો. આ પહેલા તૈમુરનો જન્મ પણ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં જ થયો હતો. બીજા પુત્રના આગમનને લીધે કરિના તથા તેના પરિવારજનોમાં આનંદની લાગણી છવાઈ હતી. એકાદ-બે દિવસ પછી કરિનાને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે.