બોયફ્રેન્ડ નહીં હોય તો છોકરીઓને કોલેજમાં No Entry, સોશિયલ મિડિયામાં Circular વાયરલ થયો

વડોદરા – 7મી ફેબ્રુઆરી પછી સુરક્ષા કારણોસર યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા આવતી છોકરીઓએ ઓછામાં ઓછો એક બોયફ્રેન્ડ રાખવો ફરજિયાત રહેશે. તેવો એક Circular સોશિયલ મિડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આ Circular એમ એસ યુનિવર્સિટીના લેટર પેડ પર પ્રિન્ટ કરાયેલો છે.

ક્લાસમાં પ્રવેશતા પહેલ બોય ફ્રેન્ડ હોવાનો પુરાવો આપવો પડશે

Circularમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, 7મી ફેબ્રુઆરી પછી કોઈપણ વિદ્યાર્થિનીએ ક્લાસમાં પ્રવેશતા પહેલા પોતાનો એક બોયફ્રેન્ડ છે તેવો પુરાવો આપવો પડશે. બોયફ્રેન્ડ વિના કોલેજના સંકુલમાં કોઈપણ વિદ્યાર્થિનીને પ્રવેશ આપવા દેવામાં આવશે નહીં.

યુનિ. સત્તાધીશો દ્વારા સાઈબર ક્રાઈમમાં ફરિયાદ

સોશિયલ મિડિયામાં વાયરલ થયેલા આવા ફેક Circularની ગંભીર નોંધ લઈને યુનિવર્સિટીના સત્તાધીશોએ વડોદરા પોલીસના સાઈબર ક્રાઈમ સેલમાં ફરિયાદ કરી છે. આ Circular કોણે બનાવ્યો અને તેની પાછળનો હેતૂ શુ હતો ?

તેની વિગતો જાણવા માટે પોલીસે પણ તપાસ શરુ કરી છે. અલબત્ત, કોઈ ટિખળખોરે અથવા અટકચાળા તત્વોએ યુનિવર્સિટીને બદનામ કરવા માટે આવુ કૃત્ય કર્યું હોવાનુ સત્તાધીશો માની રહ્યા છે.

One thought on “બોયફ્રેન્ડ નહીં હોય તો છોકરીઓને કોલેજમાં No Entry, સોશિયલ મિડિયામાં Circular વાયરલ થયો

  1. ૧ લઈ એપ્રિલ ના “સમાચાર” આજે છાપી દિધા કે શું?

Comments are closed.