દક્ષિણ ગુજરાતનું ઉંબાડિયું અને વલસાડની કેરીની કેનેડામાં ખાસ ડિમાન્ડ – મુકુંદ પુરોહિત

ન્યુઝ ડેસ્ક – દક્ષિણ ગુજરાતનું ઉંબાડિયું અને વલસાડની કેરી માત્ર ભારતમાં જ નહીં પરંતુ, કેનેડામાં પણ એટલા ફેવરિટ છે. કેનેડામાં ગુજરાતના રેડી ટુ ફુડની ખૂબ ડિમાન્ડ છે. કેનેડામાં વસતા ગુજરાતીઓ જ નહીં પરંતુ, ત્યાંના મૂળ નિવાસીઓ પણ ગુજરાતી ફુડ એટલુ જ પસંદ કરે છે. માટે ગુજરાતની ફુડ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોએ કેનેડામાં એક્સકપોર્ટની નવી તકો વિષે જાણવુ અને સમજવુ જોઈએ તેવુ ઈન્ડો કેનેડિયન ઉદ્યોગ સાહસિક મુકુંદ પુરોહિતે જણાવ્યુ હતુ.

26મી ફેબ્રુઆરીના રોજ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરતના નાનપુરા વિસ્તારમાં કેનેડામાં એક્સપોર્ટની તકો વિષે એક ઈન્ફોર્મેટિવ સેમિનાર યોજાયો હતો. જેમાં અતિથિ વિશેષ પદે કેનેડાના ઉદ્યોગ સાહસિક અને પ્રવાસી ભારતીય પુરસ્કારથી સમ્માનિત મુકુંદ પુરોહિત હાજર રહ્યા હતા.

દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સભ્યોથી ખચોખચ ભરેલા સેમિનાર હોલમાં પોતાના વકતવ્ય દરમિયાન મુકુંદ પુરોહિતે જણાવ્યુ હતુ કે, કેનેડામાં વસતા ગુજરાતીઓએ વર્ષો પહેલા ગુજરાતી બિઝનેસ એસોસિએશનની રચના કરી હતી. હાલમાં પણ ગુજરાતીઓનું આ સંગઠન મજબૂતાઈથી કેનેડામાં કામ કરી રહ્યુ છે.

કેનેડા અને ભારત વચ્ચે ઈમ્પોર્ટ-એક્સપોર્ટમાં બહોળી તકો છે. ગુજરાતી ઉદ્યોગ સાહસિકો કેનેડામાં એક્સપોર્ટ કરવા માંગતા હોય તો તેમના માટે ગોલ્ડન ટાઈમ છે. કેનેડામાં ઈન્ડિયન ફુડની ખાસ ડિમાન્ડ છે. હવે, ત્યાં વસતા ભારતીયો જ નહીં પરંતુ, ત્યાંના સ્થાનિક લોકો પણ ભારતીય ભોજન આરોગતા થયા છે. જો, ગુજરાતમાંથી રેડી ટુ ઈટ ફુડ કેનેડામાં સપ્લાય કરવામાં આવે તો તેની ડિમાન્ડ વધારે છે. પ્રોપર પેકેજિંગ સાથે રેડી ટુ ઈટ ફુડનો સપ્લાય કેનેડામાં કરવામાં આવે તો આ બિઝનેસનો ગ્રોથ ઝડપથી થઈ શકે તેમ છે.

કેનેડામાં વલસાડની કેરીની પણ ખૂબ ડિમાન્ડ છે. પરંતુ, વલસાડની કેરીની ડિમાન્ડ કરતા તેનો કેનેડામાં સપ્લાય ઓછો છે. કેનેડામાં રેડિમેડ ગાર્મેન્ટનો પણ વ્યવસાય ખૂબ ડિમાન્ડમાં છે. પરંતુ, ત્યાં ભારતમાંથી સપ્લાય ખૂબ ઓછો થાય છે. ટેક્સટાઈલ માર્કેટમાં સુરત વિશ્વભરમાં જાણીતુ છે. જો, સુરતના ઉદ્યોગ સાહસિકો કેનેડામાં રેડિમેડ ગાર્મેન્ટ સપ્લાય કરે તો તેમના માટે પણ ખૂબ મોટી તકો ઉભી છે. માત્ર કેનેડા જ નહીં પરંતુ, નોર્થ અમેરિકાના વિશાળ માર્કેટમાં પણ રેડિમેડ ગાર્મેન્ટના સપ્લાયનો મોટો બિઝનેસ મળી શકે તેમ છે.

ઈન્ફોર્મેશન ટેક્નોલોજીની વાત કરીએ તો, કેનેડામાં ભારતના આઈટી પ્રોફેશનલ્સની પણ ખૂબ ડિમાન્ડ છે. કેનેડા જેવા વિશાળ દેશના કેટલાય રાજ્યો ભારતના આઈટી પ્રોફેશનલ્સને બોલાવવા માટે ખાસ ઈમિગ્રેશન પ્રોગ્રામ્સ પણ ચલાવી રહ્યા છે. જેને લાભ ગુજરાતના સુશિક્ષિત યુવાનો અને આઈટી પ્રોફેશનલ્સે લેવો જોઈએ. અલબત્ત, ત્રણ વર્ષથી વધુ અનુભવ ધરાવતા આઈટી પ્રોફેશનલ્સ કેનેડામાં પોતાની ઓફિસ પણ શરુ કરી શકે તેવી વ્યવસ્થા ત્યાંની સરકારે કરી છે.

તદઉપરાંત, ફેશનમાં લેધરની પ્રોડક્ટ્સ તથા નેચરલ અને ઓર્ગેનિક ચીજવસ્તુઓની પણ ખાસ ડિમાન્ડ છે. કેનેડામાં પ્રિન્ટીંગ એન્ડ પેકેજિંગ, કલીનટેક વોટર, સ્માર્ટ સિટી અને સોલાર સંબંધિત ટેકનોલોજી માટે પણ ઘણી તકો છે.

કોઇપણ પ્રોડકટની નિર્યાત કરવા માટે અમદાવાદમાં આવેલી કેનેડાની ટ્રેડ ઓફિસ તેમજ કેનેડાના કોન્સુલ જનરલની મદદ લઇ શકાય છે. આ ઉપરાંત ઇન્ડો કેનેડા ચેમ્બર ઓફ કોમર્સ વિગેરે સંસ્થાની બીટુબી બિઝનેસ માટે કનેકટીવિટી મેળવી શકાય છે.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ ચેમ્બરની પ્રવૃત્તિઓની ટૂંકમાં માહિતી આપી હતી. ચેમ્બરની એનઆરજી કમિટીના કો–ચેરમેન કલ્પેશ લાઠીયા અને ભાવેશ ગઢીયાએ સેમિનારનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના ગૃપ ચેરમેન કમલેશ ગજેરાએ પ્રાસંગિક પ્રવચન કરી અંતમાં સર્વેનો આભાર માન્યો હતો.

One thought on “દક્ષિણ ગુજરાતનું ઉંબાડિયું અને વલસાડની કેરીની કેનેડામાં ખાસ ડિમાન્ડ – મુકુંદ પુરોહિત

  1. It is very true… high demand of valsadi mangoes in Canada.. what a great thought and opportunity for both countries.. Many thanks to Mukundbhai.

Comments are closed.