Neo Politan pizzaને મંદી નથી નડતી, બે દિવસમાં નવા ત્રણ રેસ્ટોરન્ટનો પ્રારંભ, એક વર્ષમાં 75 રેસ્ટોરન્ટ શરુ કરવાનો લક્ષ્યાંક

  • વર્ષ 2021 દરમિયાન ફ્રેન્ચાઈઝીનો આંકડો 75 પર પહોંચાડવાનો લક્ષ્યાંક
    750 લોકોને રોજગારી આપવાની યોજના

રેસ્ટોરન્ટ બિઝનેસમાં Startup શરુ કરનારા યુવાનોને નવો અવસર અને હોટલ મેનેજમેન્ટનું ભણેલા યુવાનોને નવી તક મળશે – મુકુંદ પુરોહિત

પેપર Pen – કોરોના મહામારી અને લોકડાઉનના કારણે વેપારધંધાને ખૂબ જ માઠી અસર પહોંચી છે. તેમાંય હોટલ અને રેસ્ટરોન્ટ બિઝનેસમાં તો કારમી મંદીનો માહોલ છે. ગુજરાતના મહાનગરોની વાત કરીએ તો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં અનેક રેસ્ટોરન્ટોને તાળા વાગી ચુક્યા છે અને બીજા ઘણા રેસ્ટોરન્ટો બંધ થવાની તૈયારીમાં છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે, ગુજરાતની એક સ્વદેશી પિઝા ચેઈન એવી છે, જે મંદીના માહોલમાં પણ ઝડપથી વિકસીત થઈ રહી છે.

તમને નવાઈ લાગશે કે, Neo Politan pizza દ્વારા છેલ્લા બે દિવસમાં નવી ત્રણ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે. દક્ષિણ ગુજરાતના બારડોલી, સૌરાષ્ટ્રના જામનગર અને બિહારના સમસ્તીપુરમાં ત્રણ નવા રેસ્ટોરન્ટ સાથે Neo Politan pizzaએ સફળતાના વધુ ત્રણ પગથિયાં ચઢી લીધા છે. કંપનીના CMD મુકુંદ પુરોહિત કહે છે કે, દેશના જુદાજુદા રાજ્યોમાં તથા ગુજરાતના વિવિધ શહેરોમાં Neo Politan pizzaની નવીનવી રેસ્ટોરન્ટો શરુ કરવાની અમારી યોજના છે. વર્ષ 2021 દરમિયાન કંપનીની ફ્રેન્ચાઈઝીઓની કુલ સંખ્યા 75 પર પહોચાડવાનો અમારો લક્ષ્યાંક છે. આ ટાર્ગેટને પુરો કરવા માટે અમારી ટીમ લગાતાર મહેનત કરી રહી છે.

સામાન્ય ગણિત લગાવીએ તો એક રેસ્ટોરન્ટ શરુ થાય તો તેમાં ઓછામાં ઓછા 10 લોકોને રોજગારી મળે. જો અમે Neo Politan pizzaના 75 નવા આઉટલેટ શરુ કરવામાં સફળ થઈ તો, 750 લોકોને નવી રોજગારી મળશે. ઉપરાંત, રેસ્ટોરન્ટ બિઝનેસમાં Startup કરનારા યુવાનોને પણ નવા અવસરો પ્રદાન થશે. એટલુ જ નહીં, હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરનારા નોકરીવાંચ્છુઓને પણ તક મળશે.

30 કિલોમીટરનું લાંબુ અંતર કાપીને લોકો બારડોલીથી નવસારી પિઝાનો સ્વાદ માણવા આવતા હતા – અશ્વિન ચંદેલ

દક્ષિણ ગુજરાતના બારડોલીમાં ગઈકાલે Neo Politan pizzaની નવી ફ્રેન્ચાઈઝી શરુ કરનારા અશ્વિનભાઈ ચંદેલ કહે છે કે, નવસારીના ગણદેવી રોડ પર અમે Neo Politan Pizza રેસ્ટોરન્ટ ચલાવીએ છીએ. અમારે ત્યાં બારડોલીના ઘણા ગ્રાહકો નિયમીત આવતા હતા. તેમની ડિમાન્ડ હતી કે, Neo Politanના પિઝાનો સ્વાદ માણવા માટે અમારે બારડોલીથી છેક નવસારી સુધીનું 30 કિલોમીટરનું અંતર કાપવુ પડે છે. અશ્વીનભાઈ તમારે બારડોલીમાં પણ એક નવુ Neo Politan pizza રેસ્ટોરન્ટ શરુ કરવુ જોઈએ.

ગ્રાહકોની ડિમાન્ડને ધ્યાનમાં લઈને અમે બારડોલીના કડોદરા રોડ પર આવેલા લિનિયર બસ સ્ટેન્ડ પાસે ઈમ્પિરિયલ બિઝનેસ હબમાં નવી Neo Politan pizza રેસ્ટોરન્ટ ગઈકાલથી જ શરુ કરી છે. આ રેસ્ટોરન્ટમાં અમે વયસ્કો માટે 239 રુપિયામાં તથા બાળકો માટે 199 રુપિયામાં અનલિમિટેડ પિઝા સાથે સુપ, કોલ્ડ સલાડ, હોટ સલાડ, ગાર્લિક બ્રેડ, પાઉભાજી, કોલ્ડ ડ્રિંક્સ સાથે ડેઝર્ટ સહિત કુલ 40 વાનગીઓ આપીશુ. અમને આશા છે કે, નવસારીની જેમ બારડોલીમાં પણ ગ્રાહકોનો અમને બહોળો સાથ સહકાર મળી રહેશે.