140 દિવસના હાઈવોલ્ટેજ ડ્રામા, કકળાટ, ઓન સ્ક્રિન ઝઘડા બાદ રુબિના બિગબોસ-14ની વિજેતા

ન્યુઝ ડેસ્ક – 140 દિવસના હાઈ વોલ્ટેજ ડ્રામા, કકળાટ અને ઓન સ્ક્રિન ઝઘડા બાદ બિગબોસની સિઝન 14ની ફિનાલેમાં રુબિના દિલાઈક વિજેતા ઘોષિત કરવામાં આવી હતી. ફાઈનલમાં રુબિના સાથે રાહુલ વૈદ્ય, અલી ગોની, નિક્કી તંબોલી અને રાખી સાવંત હતા.

રાખી સાવંતે રુપિયા 14 લાખનો ઓપ્શન લઈને શો છોડી દીધો હતો. બિગબોસના ગ્રાન્ડ ફિનાલેમાં મશહૂર અભિનેતા ધર્મેન્દ્રએ પણ હાજરી આપી હતી. માધુરી દિક્ષિતે જોરદાર પર્ફોર્મન્સ આપીને દર્શકોના દિલ જીતી લીધા હતા. 140 દિવસ દરમિયાન બિગબોસના ઘરમાં થયેલા વિવાદો, ઝઘડા અને તોડફોડના રીકેપ દર્શાવવામાં આવ્યા હતા.

સલમાન ખાને રાખી સાવંત અને અલીને ભેંટમાં બ્રેસલેટ આપ્યા હતા. બિગબોસ-14ની વિજેતા રુબિના દિલાઈકનું નામ વિજેતા તરીકે ઘોષિત થતા તે ભાવુક બની ગઈ હતી.