પોંડીચેરીમાં કોંગ્રેસની સરકારે સત્તા ગુમાવી

ન્યુઝ ડેસ્ક – પોંડીચેરીની વિધાનસભામાં બહુમતિ સાબિત કરવામાં નિષ્ફળ નિવડેલા કોંગ્રેસના મુખ્યમંત્રી વી નારાયણસામીની સરકાર પડી ભાંગી છે. ટૂંક સમયમાં જ વી નારાયણ સામીએ રાજીનામુ આપે તેવી સંભાવના છે. કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડીચેરીમાં કોંગ્રેસે એમ દ્રમુક અને અપક્ષ ધારાસભ્યો સાથે મળીને સરકાર બનાવી હતી.

જોકે, તાજેતરમાં જ તેમના કેટલાક ધારાસભ્યોએ રાજીનામુ આપી દેતા સરકાર મુશ્કેલીમાં મુકાઈ હતી. આજે મુખ્યમંત્રી વી નારાયણસામીને પોતાની બહુમતિ સાબિત કરવાની હતી. પરંતુ, તેઓ એસેમ્બલીમાં પોતાની બહુમતિ સાબિત કરી શક્યા ન હતા. આખરે, તેમની સરકાર પડી ભાંગી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા પોંડીચેરીની કોંગ્રેસ સરકારના ચાર ધારાસભ્યોએ રાજીનામુ આપ્યુ હતુ.

ત્યારપછી સરકાર મુશ્કેલીમાં મુકાઈ હતી. ઉપરાજ્યપાલે કોંગ્રેસને બહુમતિ સાબિત કરવાની તક આપી હતી. પરંતુ, કોંગ્રેસની સરકાર ફ્લોર ટેસ્ટમાં પોતાની બહુમતિ સાબિત કરી શકી ન હતી.