રાધે શ્યામ ફિલ્મમાં પ્રભાસના કપડા પાછળ 6 કરોડ રુપિયાનો જંગી ખર્ચ

મુંબઈ – સાઉથના સુપરસ્ટાર પ્રભાસ અને પૂજા હેગડેની નવી ફિલ્મ રાધે શ્યામનું ટિઝર સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યુ છે. સાથેસાથે આ બિગ બજેટ ફિલ્મમાં પ્રભાસે પહેરેલા કપડા પણ ખૂબ જ ચર્ચામાં છે. કહેવાય છે કે, ફિલ્મ મેકર્સે પ્રભાસના કપડા માટે રુપિયા છ કરોડનો જંગી ખર્ચ કર્યો છે.

રાધે શ્યામ ફિલ્મમાં પ્રભાસના કપડાની ડિઝાઈન માટે ખાસ ફેશન ડિઝાઈનરોની ટીમ કાર્યરત હતી. આ ફિલ્મનું ટોટલ બજેટ 350 કરોડ રુપિયા છે. આ રોમાન્ટિક ડ્રામા ફિલ્મના ડાયરેક્ટર રાધાકૃષ્ણ કુમાર છે. જ્યારે તેના નિર્માતા કૃષ્ણ રેડ્ડી, પ્રમોદ ઉપ્પલપતિ અને ભૂષણ કુમાર છે.

આ ફિલ્મમાં પ્રભાસ સાથે પૂજા હેગડે, ભાગ્યશ્રી, સચન ખેડેકર, પ્રિયદર્શી પુલીકોન્ડ, મુરલી શર્મા, કુનાલ રોય કપૂર, રિધ્ધી કુમાર, સાશા ક્ષેત્રી અને સત્યેન પણ રોલ કરી રહ્યા છે. આગામી 30મી જુલાઈના રોજ આ ફિલ્મ રિલીઝ થશે.