અમદાવાદ પછી વડોદરામાં પણ બાગ-બગીચા બંધ

ન્યુઝ ડેસ્ક – કોરોનાએ ફરી માથુ ઉંચકતા ગુજરાતના ચાર મહાનગરોમાં 31મી માર્ચ સુધી રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ લાદવનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત, અમદાવાદ અને વડોદરા કોર્પોરેશને બાગ બગીચા અને બીજા જાહેર સ્થળોને બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

અમદાવાદની AMTS, BRTS જેવી બસ સેવા પણ બંધ ખરી દેવામાં આવી છે. ઉપરાંત, સ્પોર્ટસ ક્લબ, ગેમઝોન ગુરુવારથી અચોક્કસ મુદ્દત સુધી બંધ કરવાનો હુકમ કરાયો છે. ગુજરાતમાં એકાએક કોરોનાના કેસો વધતા રાજ્ય સરકાર ચિંતીત બની છે.

કોરોના પર નિયંત્રણ લાવવા માટે સરકારે વેક્સિનેશન પર ભાર મુક્યો છે. ઉપરાંત, તમામ સરકારી દવાખાનાઓમાં કોરોનાના વોર્ડ ફરીથી કાર્યરત કરી દેવાયા છે.