પ્રેમાનંદ સાહિત્ય સભા હોલમાં શબ્દ સાધકો, સાહિત્ય પ્રેમીઓ અને મૌલિક લેખકોની ગદ્યસભાનું આયોજન

વડોદરા – પ્રેમાનંદ સાહિત્ય સભા દ્વારા છેલ્લા ચાર માસથી પ્રેમાનંદ ગદ્યસભાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. મહિનાની પહેલા સોમવારે દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા પ્રેમાનંદ સાહિત્ય સભા હોલમાં યોજાતી સાહિત્યચર્ચામાં મોટી સંખ્યામાં સાહિત્ય રસિકો ભાગ લઈ રહ્યા છે.

ગઈકાલે એટલે કે, પહેલી ઓગષ્ટના દિવસે ‘પ્રેમાનંદ સાહિત્યસભા’ વડોદરાના ઉપક્રમે ‘પ્રેમાનંદ ગદ્યસભા’ યોજાઈ હતી. જેમાં નેહાબેન ગોલેએ પોતાની લખેલી વાર્તાની સ્વકંઠે રજૂઆત કરી હતી.

તેવી જ રીતે રાજુભાઈ નાગરે માઈક્રો ફિક્શન અને કુશલ મહેતાએ સંગીતકાર જયદેવ પરના ચરિત્રનિબંધનું પઠન કર્યું હતું. આ બેઠકમાં કોશા રાવલ, નીતાબેન જોશી, વંદના શાંતુઈન્દુ, જગદીશ ધનેશ્વર, મનીષ જોશી ‘મૌન’, ઝંખનાબેન વછરાજાની, અલ્કેશ વ્યાસ, હાર્મની અને દીપક રાવલ ઉપસ્થિત રહ્યાં હતાં. આવતી ગદ્યસભા આગામી 6 સપ્ટેમ્બર, 2022ના સોમવારના દિવસે મળશે. જેમાં ઉપસ્થિત રહેવા તમામને ભાવભર્યું નિમંત્રણ છે.

Leave a Reply

Your email address will not be published.