દીવાળીના દિવસે ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા 23 લાખ દીવાથી ઝળહળશે

પેપર પેન – દીવાળીના પવિત્ર પર્વે ભગવાન શ્રી રામની નગરી અયોધ્યામાં ભવ્ય દીપોત્સવની ઉજવણી થશે. ઉત્તરપ્રદેશ સરકારે દીવાળીની દિવસે અયોધ્યા નગરીમાં સરયૂ નદીના કિનારે 23 લાખ દીવડાં પ્રજ્વલિત કરવાનો નિર્ણય લીધો છે. દીપોત્સવ 2021 કાર્યક્રમ અંતર્ગત ઉત્તરપદેશ સરકાર સૌથી વધુ દીવા પ્રગટાવવાનો પોતાનો જ રેકોર્ડ બ્રેક કરશે.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથે વર્ષ 2017માં રાજ્યના ચીફ મિનિસ્ટર તરીકેના શપથ લીધા હતા. ત્યારથી જ તેમણે દીવાળીના પર્વે અયોધ્યામાં ભગવાન શ્રી રામના આગમનના શુભ દિવસને ઉજવવા માટે દીપોત્સવ કાર્યક્રમનું આયોજન શરુ કર્યું હતુ. વર્ષ 2018માં દીપોત્સવ કાર્યક્રમ અંતર્ગત અયોધ્યાની સરયૂ નદીના કિનારે 3,01,152 દીવા પ્રગટાવીને યુપી સરકારે રેકોર્ડ બુકમાં નામ અંકિત કર્યું હતુ. વર્ષ 2019માં દીપોત્સવ કાર્યક્રમ અંતર્ગત સરકારે 5,50,000 દીવા પ્રગટાવ્યા હતા. વર્ષ 2020માં દીવાળીના દિવસે 5,51,000 દીવા પ્રગટાવીને સરકારે પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. વર્ષ 2022માં યોગી આદિત્ય નાથ સરકારની ટર્મ પૂર્ણ થવાની છે.

એટલે આ વર્ષે દીવાળીને ભવ્ય રીતે ઉજવવાના સંકલ્પ સાથે સરકારે દીપોત્સવ 2021 અંતર્ગત સરયૂ નદીના કિનારે કુલ 23 લાખ દીવા પ્રગટાવવાનો નિર્ણય લીધો છે. જો, સરકાર આટલા દીવા પ્રગટાવવામાં સફળ થશે તો વિશ્વની રેકોર્ડ બુકમાં અયોધ્યાનું નામ અંકિત થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *