વડોદરામાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો, એક જ દિવસમાં 862 કેસો નોંધાયા

ન્યુઝ ડેસ્ક – વડોદરામાં કોરોનાના કેસોમાં એકાએક ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી કુલ 10,770 લોકોના કોરોનાના સેમ્પલ લીધા હતા. જેથી 862 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

હાલમાં હોસ્પિટલમાં દાખલ કરાયેલા કોરોના પેશન્ટો પૈકીના 62ને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. જ્યારે 69 પેશન્ટોને માઈલ્ડ ઓક્સિજન આપવો પડી રહ્યો છે. હાલમાં કોરોનાના 8 પેશન્ટને વેન્ટિલેટર કે, પછી બાયપેપ પર રાખવામાં આવ્યા છે.

હાલમાં શહેરના જુદાજુદા વિસ્તારોમાં કોરોનાના પોઝિટિવ કેસોના સંપર્કમાં આવેલા કુલ 2554 લોકો હોમ આઈસોલેશનમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *