રુપિયા 500 અને રુપિયા 1000ની જૂની ચલણી નોટોને પાંચમી પુણ્યતિથિએ હાર્દિક શ્રધ્ધાંજલિ

પેપર પેન – 8મી નવેમ્બર એટલે આજે 500 રુપિયા અને 1000 રુપિયાની જૂની નોટોને પાંચમી પુણ્યતિથિએ હાર્દિક શ્રધ્ધાંજલિ અને 500 રુપિયા અને 2000 રુપિયાની નવી નોટોને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા. વર્ષ 2016ની 8મી નવેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રુપિયા 500 અને 1000ની નોટોને ચલણમાંથી આઉટ કરી દીધી હતી.

તમને યાદ હશે કે, વડાપ્રધાનની આ ઘોષણા થયા બાદ દેશભરની બેંકોની બહાર જૂની ચલણી નોટો બદલાવવા માટે રીતસરની કતારો ખડકાઈ હતી. જોકે, ભારે હાલાકીનો સામનો કર્યા પછી લોકો પોતાના ઘરે તથા બેંકના લોકરમાં પડેલી જૂની ચલણી નોટોને બદલાવવામાં સફળ થયા હતા. હવે, આરબીઆઈમાં પાછી આવેલી જૂની ચલણી નોટોને કાગળની ઈંટો બનાવવામાં ઉપયોગમાં લેવાઈ હોવાનુ બહાર આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *