11 લાખની ગાડી લઈને આવેલો શખ્સ કુંડુ ચોરી ગયો

વડોદરા – શહેરના જુના-પાદરા રોડ પર આવેલી એક રેસ્ટોરન્ટની બહાર મુકેલા એક કુંડાની ચોરીએ ખળભળાટ મચાવ્યો છે. તમને એમ થશે કે, સો-બસ્સો રુપિયાના કુંડાની ચોરીમાં શુ નવી વાત છે…પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ કુંડાની ચોરી કરવા માટે ચોર રુપિયા 11 લાખની ગાડી લઈને આવ્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે, રાત્રિ દરમિયાન કુંડુ ચોરાયુ હતુ.

સવારે જ્યારે રેસ્ટોરન્ટના માલિકે સીસીટીવી કેમેરા જોયા ત્યારે તેમને માલુમ પડ્યુ હતુ કે, તેમની રેસ્ટોરન્ટની બહાર મુકાયેલા કુંડાને ચોરવા માટે કોઈ સારા ઘરનો વ્યક્તિ ઈકો સ્પોર્ટસ ગાડી લઈને આવ્યો હતો. જોકે, આ મામલામાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પણ શહેરભરમાં કુંડા ચોરીની ઘટનાના સીસીટીવી ખૂબ વાયરલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *