વડોદરામાં પ્રતિબંધીત ચાઈનીઝ દોરાનું વેચાણ કરતો વેપારી ઝડપાયો

vadodara police – વડોદરામાં ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરા પ્રતિબંધિત હોવા છતાંય એનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યુ છે. જેનો પુરાવો ખુદ પોલીસે જ આપ્યો હતો. આજે વડોદરા પોલીસની પીસીબી શાખાને બાતમી મળી હતી કે, તરસાલી વિસ્તારમાં આવેલી ગંગાસાગર સોસાયટી પાસેના ગુરુદ્વારાની બાજુના મેદાનમાં એક વેપારી ચાઈનીઝ દોરાનુ વેચાણ કરી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસની ટીમે દરોડો પાડીને ચાઈનીઝ દોરા (પ્લાસ્ટિકના દોરા)નું વેચાણ કરતા અલ્તાફ ગફાર મેમણ (રહે. નૂર પાર્ક, તરસાલી શાક માર્કેટ પાછળ)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી પ્લાસ્ટિક દોરા એટલે કે, ચાઈનીઝ દોરાની 214 રીલો જપ્ત કરી હતી. પકડાયેલા ચાઈનીઝ દોરાના જથ્થાની કિંમત રુપિયા 30,650 હતી.

પોલીસે અલ્તાફ મેમણ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *