મધ્યાહન ભોજન યોજનામાં ફોર્ટિફાઈડ ચોખા અપાયા, બાળકોને પોષણ મળશે

ન્યુઝ ડેસ્ક – સરકારી સ્કૂલોમાં ભણતા ગરીબ બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજનના ચોખાનો રંગ બદલાતા વાલીઓમાં ગેરસમજ ઉભી થઈ હતી. વાલીઓમાં એવી વાત ફેલાઈ હતી કે, મધ્યાહન ભોજનમાં બાળકોને અપાતા ભાત કે, ખીચડીમાં વપરાતા ચોખા પ્લાસ્ટિકના હોય છે.

જોકે, આ બાબતનો ખુલાસો આપતા વડોદરા જિલ્લા કલેક્ટર આર બી બારડે જણાવ્યુ હતુ કે, મધ્યાહન ભોજન યોજનામાં અપાતા ખોરાકમાં ચોખાનો રંગ થોડો બદલાયેલો હોય છે. તેનુ કારણ એ છે કે, આ ચોખામાં માઈક્રોન્યુટ્રિઅન્સ હોય છે. આવા ચોખા ખાવાથી બાળકોમાં વિટામીન્સ, મિનરલ્સ અને આર્યનનો ઉમેરો થાય છે. હાલમાં ભારતમાં અનેક રાજ્યોમાં બાળકો કુપોષણનો ભોગ બની રહ્યા છે.

જેથી કેન્દ્ર સરકારે મધ્યાહન ભોજનના માધ્યમથી માઈક્રોન્યુટ્રિઅન્સ ચોખા આપવાનું શરુ કર્યું છે. જે ખાવાથી બાળકોને જરુરી પોષકતત્વો મળી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *