યુવાન પરિણીતાની હત્યા બાદ હત્યારાએ લાશને ખેતરમાં દાટી દીધી

ન્યુઝ ડેસ્ક – બોડલી તાલુકાના ઢેબરપુરા ગામે જમીનમાં દાટેલી પરિણીતાની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. પરિણીતા છેલ્લા વીસ દિવસથી રહસ્યમય સંજોગોમાં ગૂમ થઈ હતી. કોઈ અજ્ઞાત શખ્સેે તેની હત્યા કરીને લાશને ખેતરમાં દાટી દીધી હતી. આ બનાવ અંગે બોડેલી પોલીસે તપાસ શરુ કરી છે.

ઢેબરપુરા ગામમાં રહેતા રઘુભાઈ તડવીની 21 વર્ષની પરિણીત પુત્રી રેખા છેલ્લા ઘણા સમયથી સાસરી છોડીને પિયરમાં જ રહેતી હતી. છેલ્લા 20 દિવસથી તે ભેદી સંજોગોમાં ગૂમ થઈ હતી. ગઈકાલે એક ખેતરમાંથી તેની લાશ મળી આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *