એજન્ટે માત્ર Insurence નહિં પણ ગ્રાહકને સુરક્ષાનું Assurence પણ આપવું પડે…

પેપર પેન – વીસેક વર્ષ પહેલા જ્યારે મેં ઈન્સ્યોરન્સ એજન્ટ તરીકે કારકીર્દી શરુ કરી ત્યારે સિનિયરોએ સમજાવેલું કે, એક વાર કોઈ આપણી પાસે Policy કઢાવે તો એના ટચમાં રહેવું. એમની આ વાત માનીને હું મારા ગ્રાહકોના સંપર્કમાં સતત રહેતો થયેલો. મારો સ્વભાવ પહેલેથી જ મળતાવડો એટલે ગ્રાહકોને મળવામાં અને એમના હાલચાલ પૂછવામાં મને કોઈ સંકોચ ના થાય.

સતત સંપર્કમાં રહેવાના કારણે ગ્રાહકો સાથે મારા માત્ર બિઝનેસ રિલેશન જ નહીં પરંતુ, આત્મિયતાના સંબંધો કેળવાઈ ગયેલા. જે આજ દિન સુધી યથાવત છે. આ સંબંધો ક્યારે અને શા કામમાં આવે છે ? એની આગોતરી ગણતરી મંડાતી નથી. પણ ચાર-પાંચ મહિના પહેલા મને આવા અમસ્તા બનેલા સંબંધોનું સાચુ કારણ જાણવા મળ્યું. વાત એમ બની કે, હું મારા એક ગ્રાહકના ઘરે કોઈ દેખીતા કારણ વિના જ જઈ ચડ્યો.

તેઓ એકલવાયુ જીવન જીવતા હતા. વર્ષો પહેલા એમણે મારી પાસે Insurance Policy કઢાવી હતી. એમના કોઈ વિશ્વાસુના રેફરન્સથી તેઓ મારી પાસે આવેલા એટલે ઝાઝી પૂછપરછ વિના એમણે મને કહેલુ કે, આતીશભાઈ મારે ઈન્સ્યુરન્સ કઢાવવો છે. મને એમા કાંઈ ખબર પડતી નથી અને તમે ભરોસાપાત્ર છો એટલે મારે કંઈ સમજવુ પણ નથી. ખાલી મને પ્રિમિયમની રકમ કેટલી આપવી પડશે એ કહી દો એટલે હું તમને રુપિયા ચુકવી દઉં.

એમની સાથે વાતચીત કરીને મેં એમની જરુરિયાત મુજબની Policy લઈ લીધેલી. હવે, દરવર્ષે પ્રિમિયમ લેવા માટે હું જતો અને અવાર-નવાર એમને મળતો પણ ખરો. તેઓ એકલવાયુ જીવન જીવતા હતા એટલે મને એમના પ્રત્યે લગણી ખરી. મને એમની ચિંતા પણ રહેતી. ચાર-પાંચ મહિના પહેલા હું એમના ઘરે ગયો ત્યારે તેઓ પથારીવશ હતા. મને જોઈને એમના ચહેરા પર ચમક આવી ગઈ. એમણે મને મીઠો આવકાર આપ્યો અને ખુરશી પર બેસવા કહ્યું.

મને જોઈને ભલે એમના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હોય પણ એમના અંતરના ભાવ મને ખબર પડતા હતા. મેં એમને પુછ્યું કે, કેમ પથારીમાં છો ? મારો સવાલ સાંભળીને એમણે પગ તરફ ઈશારો કર્યો. અને ગળગળા થઈને જવાબ આપ્યો કે, રસ્તા પરથી ચાલતો જતો હતો એક સ્કૂટર વાળાએ ટક્કર મારી દીધી. પગ ભાંગી ગયો અને ત્યારપછી પથારીમાં જ છું. વાક્ય પૂરુ થતા પહેલાા તો એમની આંખોનાા ખૂણા ભરાઈ ગયા.

, પગ ભાંગ્યો તો કોઈ વાંધો નહીં પણ સાલુ ઓપરેશન કરવુ પડ્યું અને પંદર દિવસ હોસ્પિટલમાં રહેવુ પડ્યું. ત્યારપછી દવા અને ફિઝિયોથેરાપીના ખર્ચા. છેલ્લે હિસાબ માંડ્યો તો અઢી લાખ રુપિયા થયા. એમની વાત સાંભળીને મને પણ આંચકો લાગ્યો. મેં કહ્યુ કે, આટલી મોટી સમસ્યા આવી તો તમે મને જાણ કેમ ના કરી ?

આવો સવાલ પૂછવા પાછળનું મારુ કારણ પણ ખાસ હતું. એમણે જ્યારે મારી પાસે વિશ્વાસથી Policy લીધી હતી ત્યારે એમની જરુરિયાત સમજીને મેં એમની પર્સનલ ઈન્સ્યુરન્સ પોલિસિ પણ કઢાવી લીધેલી. પોલિસિ કાઢતા પહેલા જ મેં અંદાજ લગાવેલો કે, તેઓ એકલવાયુ જીવન જીવે છે. ભવિષ્યમાં કોઈ દિવસ જો એમને એક્સિડન્ટ થયો તો શુ થશે ?

આખરે, મેં એમની પાસે દવાખાનાના બધા બીલો અને એક્સિડન્ટ વખતે કરેલી પોલીસ ફરિયાદની નકલો મેળવી અને બધા કાગળો ભેગા કરીને ઈન્સ્યોરન્સ કંપનીમાં જમા કરાવી દીધા. દોઢ-બે મહિનામાં જ એમની પોલિસિનો ચેક આવી ગયો. જે દિવસે એમના બેંકના ખાતામાં ઈન્સ્યુરન્સના પૈસા જમા થયા એ દિવસે તેઓ મારી ઓફિસે મીઠાઈનું પેકેટ લઈને આવ્યા. પ્રેમથી મારુ અને મારા સ્ટાફનું મોઢું મીઠું કરાવ્યું. અને કહ્યુ કે, આતીશભાઈ ભલે મારા પરિવારમાં કોઈ સદસ્ય નથી. પણ એક ઈન્સ્યુરન્સ એજન્ટ તરીકે તમે મારા નીકટના સંબંધી જ છો. એમની આ વાત સાંભળીને મને એમ થયું કે, ઈન્સ્યુરન્ટ એજન્ટ માત્ર એક બિઝનેસ નથી પણ એક પરિવાર સાથેનું મજબૂત જોડાણ છે.

લી.
આતીશ પટેલ
આયુ ઈન્સ્યુરન્સ હબ
ફિનિક્સ કોમ્પલેક્ષ,
સયાજીગંજ
વડોદરા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *