ગરીબો પાસે દીવો કરવાના પૈસા નથી અને નાયબ મુખ્યમંત્રી પાસે 1000 કરોડની બેનામી સંપત્તિ

પેપર પેન – મહારાષ્ટ્રમાં લાખો પરિવારો એવા હશે જેમની પાસે દીવાળીમાં ઘર આંગણે દીવડાં કરવાના પૈસા નહિં હોય પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે, રાજ્યના ઉપ મુખ્યમંત્રી અજીત પવાર પાસે 1000 કરોડથી વધારેની સંપત્તિ છે. દેશના ઈન્કમટેસ્ક ડિપાર્ટમેન્ટે આજે અજીત પવાર અને તેમના પરિવાર સાથે સંકળાયેલી 1000 કરોડ રુપિયાની સંપત્તિ જપ્ત કરી છે.

દેશભરમાં ખળભળાટ મચાવનારી આ ઘટના ધનતેરસના પાવન પર્વે ઘટી છે. ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે દિલ્હી, ગોવા અને મુંબઈમાં અજીત પવાર અને તેમના પરિવાર સાથે સંકળાયેલી લગભગ 1000 કરોડની મિલકતો Seize કરી છે. બેનામી સંપત્તિનો મામલે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી હવે આવકવેરા વિભાગના સકંજામાં આવ્યા છે.

સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થયેલા અહેવાલો પ્રમાણે આવકવેરા વિભાગે મુંબઈમાં અજીત પવારની 7 મિલકતો સીઝ કરી છે. ઉપરાંત, ગોવાનો એક રિસોર્ટ, મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં સ્થિત 27 જમીનો, દિલ્હીના પોશ વિસ્તારની મિલકતનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *