અક્ષય કુમાર ભગવાન શંકરનો રોલ અદા કરશે

મુંબઈ – બોલિવુડના ખેલાડી અક્ષય કુમાર હવે, એની સુપરહિટ ફીલ્મ ઓહ માય ગોડનો બીજો ભાગ બનાવી રહ્યો છે. આ ફિલ્મના પહેલા પાર્ટમાં અક્ષય કુમારે ભગવાન શ્રી કૃષ્ણનું પાત્ર ભજવ્યું હતુ. જ્યારે બીજા ભાગમાં તે ભગવાન શંકરનો રોલ ભજવી રહ્યો છે.

જેની તૈયારીના ભાગરુપે અક્ષય પોતાની ટીમ સાથે ઉજ્જૈનના મહાકાલ મંદિરે દર્શન કરવા ગયો હતો. ફિલ્મ અભિનેતાએ ઓહ માય ગોડ – 2 માટેનો તેનુ એક પોસ્ટર પણ જાહેર કર્યું હતુ. આ ફિલ્મમાં અક્ષય સાથે યામી ગૌતમ પણ હશે. ફિલ્મનું શૂટિંગ 13મી ઓક્ટોબરે શરુ થવાનુ હતુ પરંતુ, ટીમના કેટલાક ક્રુ મેમ્બર્સને કોરોના પોઝિટિવ આવતા શૂટિંગ અટકાવી દેવામાં આવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *