પેટનો ખાડો કેટલો ઉંડો હોય ? એનો અનુભવ નથી છતાં ભૂખમરો ભાંગવા 6 કરોડ ડોલર આપવા તૈયાર

चेहरा बता रहा था की मारा है भूख ने,
और लोग कह रहे थे की कुछ खा के मरा है !!

પેપર પેન – વિશ્વના સૌથી સમૃધ્ધ, સૌથી પૈસાદાર અને ટેસ્લા કંપનીના માલિક એલન મસ્કને જીવનકાળ દરમિયાન ક્યારેય ભૂખ્યાં રહેવાનો વારો નહિં આવ્યો હોય. અલબત્ત, પેટનો ખાડો કેટલો ઉંડો હોય છે ? એનો અહેસાસ પણ તેમને નહિં હોય એ સ્વાભાવિક છે. હા, સમૃધ્ધીની ભૂખે તેમને વિશ્વનાં સૌથી ટોચના ઉદ્યોગપતિ જરુર બનાવી દીધા છે પરંતુ, તાજેતરમાં વિશ્વ ખાદ્ય કટોકટીના આંકડા એટલે કે, વૈશ્વિક ભૂખમરાનો આંક જાણીને એલન મસ્ક જેવા સંવેદનશીલ અને લાગણીશીલ વ્યક્તિએ પોતાના Twitter Handle પરથી માત્ર એક Twitt કરીને વૈશ્વિક દરિદ્રતા, કંગાલિયત અને ગરીબી તરફ કરોડો લોકોનું ધ્યાન કેન્દ્રીત કરી દીધું છે.

એલન મસ્કે Twitt કર્યું છે કે, જો અધિકારીઓ વિશ્વના ખૂણેખૂણે વસેલા ગરીબ લોકો ભૂખ ભાંગી શકવામાં સમર્થ હોય તો તેઓ પોતાની ટેસ્લા કંપનીના શેર વેચીને 6 કરોડ ડોલર ભેગા કરી શકે છે. United Nationsના વર્લ્ડ ફુડ પ્રોગ્રામના અધિકારીઓને અનુલક્ષીને તેમણે કરેલુ આ Twitt વૈશ્વિક સ્તરે વાયરલ થયું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, જો વર્લ્ડ ફુડ પ્રોગ્રામના અધિકારીઓ વૈશ્વિક ભૂખમરો દૂર કરવા માટે તૈયાર હોય તો તેઓ ટેસ્લાના શેર વેચીને 6 કરોડ રુપિયાનું દાન કરશે.

ભૂખમરોએ કોરોના મહામારી કરતા પણ વધુ ખતરનાક છે. જેની સામે બાથ ભીડવા માટે એલન મસ્કે તૈયારી દર્શાવી છે. વર્ષ 2019ના આંકડા મુજબ, વિશ્વના 55 દેશોમાં કુલ 155 મિલિયન લોકો ભૂખમરાનો શિકાર બન્યાં છે. વર્ષ 2020ના ગ્લોબલ રિપોર્ટ ઓન ફૂડ ક્રાઈસિસ પ્રમાણે વિશ્વમાં ભૂખમરો કુદકેને ભુસ્કે વધી રહ્યો છે. વર્ષ 2018માં વૈશ્વિક ભૂખમરાનો આંક 118 મિલિયન હતો. વર્ષ 2019માં એનો આંકડો વધીને 155 મિલયન પર પહોંચ્યો છે.

ભૂખમરાનો શિકાર બનેલા કરોડો લોકોની ક્ષૂધા શાંત કરવાની જવાબદારી સમાજની છે. અને એમાં એલન મસ્ક જેવા સાહસિક ઉદ્યોગપતિએ માત્ર એક Twittના માધ્યમથી તેમના જેવા અબજોપતિઓનું ભૂખમરા તરફ ધ્યાન કેન્દ્રીત કરવાનો સંવેદનશીલ પ્રયાસ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *