અમરીન્દરસીંગ નવો રાજકીય પક્ષ બનાવશે અને ભાજપ સાથે ગઠબંધન કરશે

નવી દિલ્હી – પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરીન્દર સીંગે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા પછી પોતનો નવો પક્ષ રચવાની જાહેરાત કરી દીધી છે અને સાથેસાથે એલાન પણ કરી દીધું છે કે, પંજાબ વિધાાનસભાની ચૂંટણીમાં તેઓ ભાજપ સાથે ગઠબંધન કરીને રાજ્યમાં સરકાર બનાવશે.

કેપ્ટનની આ ઘોષણા પછી પંજાબનું રાજકારણ ફરી એકવાર ગરમાયુ છે. હાલમાં કેપ્ટન પોતાનો નવો પક્ષ રચવા અને એમાં દિગ્ગજ નેતાઓને જોડવાની તૈયારી કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *