NCBની પૂછપરછ બાદ અનન્યા પાંડેની મુશ્કેલી વધી

મુંબઈ – આર્યન ખાન સાથેની વોટ્સએપ ચેટ બહાર આવ્યા પછી ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ દ્વારા પૂછપરછનો ભોગ બનેલી અનન્યા પાંડેને હવે નવી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કહેવાય છે કે, ડ્રગ્સ કેસમાં નામ ઉછળતાની સાથે જ અનન્યા પાંડેથી ફિલ્મ પ્રોડ્યૂસરો દૂર હટી રહ્યા છે. હાલમાં સાઉથની એક બિગ બજેટ ફિલ્મમાં અનન્યા રોલ કરી રહી છે.

પરંતુ, એનસીબીની પૂછપરછ થયા પછી હવે, અનન્યા આ ફિલ્મમાં આગળ ટકશે કે કેમ તેવો સવાલ ઉપસ્થિત થયો છે. જોકે, અનન્યા અને તેની ટીમ આ વાતને માત્ર અફવા જ બતાવી રહી છે. તેમનુ કહેવુ છે કે, આ વાતમાં કોઈ તથ્ય નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *