મહાત્મા ગાંધી વિષે વાંધાજનક ટિપ્પણી કરનારા સંત કાલીચરણની ધરપકડ

ન્યુઝ ડેસ્ક – ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી વિશે વાંધાજનક ટિપ્પણી કરનારા સંત કાલીચરણને છત્તીસગઢ પોલીસે મધ્યપ્રદેશના ખજૂરાહો નજીકના બાગેશ્વર ગામેથી ઝડપી પાડ્યા છે. રાયપુર પોલીસે સત્તાવાર રીતે સંત કાલીચરણની ધરપકડના સમાચાર આપ્યા હતા.

સંત કાલીચરણે ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી વિષે અશોભનીય ભાષાનોો પ્રયોગ કર્યો હતો. ત્યારપછી છત્તીસગઢના રાયપુર સહિત દેશના અલગ-અલગ શહેરોમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી. આ ગુના હેઠળ રાયપુર પોલીસે મધ્યપ્રદેશના ખજૂરાહો નજીકના બાગેશ્વર ગામેથી તેમની ધરપકડ કરી હતી.

રાયપુર પોલીસના આ પગલાથી મધ્યપ્રદેશ સરકાર નારાજ થઈ હતી. મધ્યપ્રદેશ સરકારના મંત્રી અને છત્તીસગઢ સરકારના નેતાઓ વચ્ચે સંત કાલીચરણની ધરપકડ બાબતે વિવાદ ખડો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *