નવા વર્ષના પહેલા દિવસે માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા ઉમટેલી શ્રધ્ધાળુઓની ભીડમાં ધક્કામુક્કી-દોડધામ, 12 ભક્તોના મોત, 15 ઘાયલ

ન્યુઝ ડેસ્ક – માતા વૈષ્ણોદેવીના દર્શન માટે ઉમટેલા ભક્તોની ભીડમાં અચાનક ધક્કામુક્કી અને દોડધામ સર્જાતા હાહાકાર મચી ગયો હતો. ધક્કામુક્કીની આ ઘટનામાં 12 શ્રધ્ધાળુઓના ગુંગળામણને લીધે મૃત્યુ થયા હતા. જ્યારે 15થી વધુ શ્રધ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થતા તેમને નજીકના ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

માતા વૈષ્ણોદેવી મંદિરના ગેટ નંબર-3 ઉપર ગઈકાલે મોડીરાત્રે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. રાત્રે લગભગ 2.15 વાગ્યાના સુમારે લાઈનમાં ઉભેલા શ્રધ્ધાળુઓમાં અચાનક ધક્કામુક્કી અને ભાગદોડ શરુ થઈ હતી.

જેમાં લગભગ એક ડઝન જેટલા શ્રધ્ધાળુઓ ગુંગળાઈ મર્યા હતા. જ્યારે પંદરથી વધુ ભક્તો ગંભીર રીતે ઘાયલ થયા હતા. માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના અધિકારીઓ, સિક્યુરિટી જવાનો અને સુરક્ષામાં તૈનાત જવાનોએ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યાં હતા.

ધક્કામુક્કીની ઘટનામાં જીવ ગુમાવનારા શ્રધ્ધાળુઓના પરિવારજનોને રુપિયા દસ-દસ લાખની સહાયનું સરકારે એલાન કર્યું હતુ. રાત્રે બનેલી દુર્ઘટના બાદ તંત્રે બેકાબુ ભીડ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી. સવારે 8.00 વાગ્યાથી પાછા માતા વૈષ્ણોદેવીના દર્શન શરુ કરી દેવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *