સરપંચની ચૂંટણી લડી રહેલી સુપર મોડલ એશ્રા પર મતદાન મથક પાસે હુમલાનો પ્રયાસ

ન્યુઝ ડેસ્ક – છોટાઉદેપુર જિલ્લાના ખોબલા જેવડા ગામ કાવીઠામાં સરપંચની ચૂંટણી લડી રહેલી મુંબઈની સુપર મોડલ એશ્રા પટેલ પર મતદાનના દિવસે હુમલાનો પ્રયાસ થતા ખળભળાટ મચી ગયો હતો.

એશ્રા પટેલ ગઈકાલે કાવીઠામાં મતદાન કર્યા પછી શાળાની બહાર ઉભી હતી ત્યારે અંદર કેટલાક લોકોનો ઝઘડવાનો અવાજ સંભળાયો હતો. એશ્રા પોતે ઉમેદવાર હતી એટલે એણે અંદર જઈને બધાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

જે દરમિયાન તેની હરિફ મહિલા ઉમેદવારના સમર્થકો ધસી આવ્યા હતા અને એમણે એશ્રા સાથે ઝઘડો શરુ કરી દીધો હતો. એક વ્યક્તિએ એશ્રાને ધક્કો પણ મારી દીધો હતો. જેમાં તેના પગમાં ઈજા પહોંચી હતી.

આ બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *