ભાજપે ટિકિટ માટે ફોર્મ ભરાવ્યાં

વડોદરા – ગુજરાતમાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીની તારીખો જાહેર થતા જ ભાજપ અને કોંગ્રેસમાંથી ચુંટણી લડવા માટે ઈચ્છુક ટિકિટવાંચ્છુઓમાં ઉત્તેજના વ્યાપી ગઈ છે. વડોદરા મહાનગર પાલિકાની ચુંટણીની વાત કરીએ તો ભાજપમાંથી ચુંટણી લડવા માટે દરેક વોર્ડમાંથી લગભગ 20થી 25 ટિકિટવાંચ્છુઓ દાવો કરે તેવી સંભાવના છે.

ભાજપના પંદરેક પ્રદેશ પ્રભારીઓની ટીમ તા. 25 અને 26 જાન્યુઆરીના રોજ શહેરના ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં ટિકિટ માટેની દાવેદારી કરનારા કાર્યકરોને સાંભળશે. ટિકિટવાંચ્છુઓ માટે ભાજપે એક ખાસ ફોર્મ પણ બહાર પાડ્યુ છે. જેમાં કાર્યકરની ડિટેલની સાથેસાથે તેના સોશિયલ મીડિયા ફોલોઅર્સ કેટલા…તે વિષે પણ પુછવામાં આવ્યુ છે.

બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ પણ કોર્પોરેશનની ચુંટણીમાં ઉમેદવારો નક્કી કરવાની કવાયત હાથ ધરી છે. આગામી દિવસોમાં કોંગ્રેસના મોવડી મંડળ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૃ કરવામાં આવશે. વડોદરા કોર્પોરેશનની ચુંટણીમાં ત્રીજા પક્ષ તરીકે આર એસ પી દ્વારા પણ તમામ વોર્ડમાં ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય લેવાયો છે. શહેરની 76 સીટો પર આર એસ પી પોતાના ઉમેદવારોને ચુંટણી લડાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *