બારમુ પાસ થયા પછી ચાર વર્ષથી દુકાનમાં દવાખાનુ ખોલીને મેડિસીન આપતો બોગસ ડોક્ટર ઝડપાયો

ન્યુઝ ડેસ્ક – વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલા એસ.ટી ડેપોની પાછળના મહાલક્ષ્મી નગરની એક દુકાનમાં એલોપેથી ડોક્ટર તરીકે દવાખાનુ ખોલીને બેઠેલા બિહારના બોગસ ડોક્ટરને મકરપુરા પોલીસે ઝડપી પાડયો હતો.

વિષ્ણુ દેવપ્રસાદ કુશ્વાહ નામનો આ બોગસ ડોક્ટર છેલ્લા ચાર વર્ષથી ક્લીનીક ચલાવતો હતો અને પેશન્ટોને એલોપેથી દવા પણ આપતો હતો. પોલીસની પૂછપરછમાં વિષ્ણુ કુશ્વાહે કબુલાત કરી હતી કે, તેણે મેડિકલનો કોઈ અભ્યાસ કર્યો નથી. અલબત્ત, તે માત્ર ધોરણ-12 પાસ છે અને બારમુ પાસ કર્યા પછી તેણે ઘરે બેઠા ઈલેક્ટ્રોહોમિયોપેથી સિસ્ટમ એન્ડ મેડીસીનનો કોર્સ કર્યો હતો.

મકરપુરા પોલીસે બોગસ ડોક્ટર વિષ્ણુ કુશ્વાહની સામે ગુનો દાખલ કરી તેના દવાખાનામાંથી મેડિકલને લગતુ સાહિત્ય, ઈન્સ્ટ્રુમેન્ટ્સ અને દવાઓ સહિત કુલ રુપિયા 14,725નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *