બ્રેઈન ડેડ મહિલાની બંને કિડની, લીવર, આંખો, હાર્ટ, ફેફ્સાનું દાન, આઠને જીવતદાન

ન્યુઝ ડેસ્ક – વડોદરામાં એક દુર્ઘટનામાં બ્રેઈન હેમરેજ થવાથી બ્રેઈન ડેડ થયેલી એક યુવાન મહિલાની બંને કિડની, હાર્ટ, લીવર, આંખ અને બંને ફેફ્સા જેવા અંગોનું દાન કરવામાં આવ્યુ હતુ. મહિલાના અંગદાનના નિર્ણયથી આઠ જેટલા પેશન્ટોને જીવતદાન મળ્યું હતુ.

બ્રેઈન ડેડ મહિલાના ઓર્ગન્સને વડોદરાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવા માટે પોલીસની મદદ લેવાઈ હતી. મહિલાના શરીરમાંથી કાઢવામાં આવેલા ઓર્ગન્સ સમયસર અમદાવાદ પહોંચાડવા પડે તેમ હતુ. એટલે પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગોરવા રોડ પર આવેલી ભાઈલાલ અમીન હોસ્પિટલથી વડોદરા એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર તૈયાર કર્યો હતો. અને ગણતરીની મિનિટોમાં બધા જ ઓર્ગન્સને એરપોર્ટ સુધી પહોંચાડવાની મહત્વની કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *