હાઈ પ્રોફાઈલ રેપ કેસ – નાટકિય ઢબે અશોક જૈન અને અલ્પુ સીંધીની ધરપકડ

ન્યુઝ ડેસ્ક – રાજ્યભરમાં ચકચાર જગાવનારા વડોદરાના હાઈ પ્રોફાઈલ રેપ કેસમાં મુખ્ય આરોપી અશોક જૈનને પકડવામાં પોલીસની ક્રાઈમ બ્રાંચને સફળતા મળી છે. પોલીસે પાલીતાણાથી અશોક જૈનને ઝડપી પાડ્યો છે.

બીજી તરફ પીડિતાના મદદગાર બનેલા વડોદરાના વોન્ટેડ બુટલેગર અલ્પુ સીંધીને પણ પોલીસે હરિયાણાથી આબાદ ઝડપી પાડ્યો હતો. આ સાથે જ તપાસના મામલે ઠંડા પડેલા રેપ કેસમાં ગરમાટો આવી ગયો છે.

માત્ર ચોવીસ કલાકના સમયગાળામાં જ નાટકિટ ઢબે અશોક જૈન અને અલ્પુ સીંધીની ધરપકડ થતા અનેક તર્ક વિતર્કો ઉપસ્થિત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *