ક્રિપ્ટો કરન્સી માટે કેન્દ્ર સરકાર નવો કાયદો બનાવે તેવી શક્યતા

નવી દિલ્હી – ભારતમાં ક્રિપ્ટો કરન્સી કે, બીટકોઈનને માન્યતા આપવામાં નહીં આવે તે માટે કેન્દ્ર સરકાર કોઈ નક્કર નિર્ણય લેવા જઈ રહી છે. સંસદમાં પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં નાણા મંત્રાલયે જવાબ આપ્યો હતો કે, દેશમાં કોઈપણ વર્ચ્યુઅલ કરન્સીને માન્યતા આપવામાં આવશે કે નહીં તે માટેની કોઈપણ દરખાસ્ત નથી.

હાલમાં દેશમાં ક્રિપ્ટો કરન્સી એટલે કે, ડિજિટલ કરન્સી અંગે ચર્ચા જાગી છે. માનવામાં આવી રહ્યુ છે કે, કેન્દ્ર સરકાર સંસદના શિયાળુ સત્ર દરમિયાન ડિજિટલ કરન્સી ઉપર કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. અને તેના માટે ખાસ નિયમો પણ જાહેર કરી શકે છે. કહેવાય છે કે, કેન્દ્ર સરકાર ભારત માટે પોતાની અલાયદી ડિજિટલ કરન્સી પણ બહાર પાડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *