ભારત કરતા પછાત દેશોમાં ઈંધણના ભાવ ઓછા

નવી દિલ્હી – ભારતમાં ઈંધણના ભાવમાં ભડકો થઈ રહ્યો છે. હાલમાં દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ પ્રતિ લિટરે 100 રુપિયા સુધી પહોંચી ગયા છે. પરંતુ, વાત કરીએ તો ભારતના પાડોશી દેશોમાં પેટ્રોલના ભાવની…ભૂતાન ભલે ભારત કરતા ઘણો પછાત હોય પણ ત્યાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટરે 49.56 રુપિયા છે. તેવી જ રીતે શ્રીલંકામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 61.37 રુપિયા છે અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે રુપિયા 39.64 છે.

વેનેઝુએલા જેવા ગરીબ કહેવાતા દેશમાં પણ પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 1.46 રુપિયા છે. હોંગકોંગમાં સ્થિતિ અલગ છે. અહીં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 172.66 રુપિયા છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 145.38 રુપિયા છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થવાનુ કારણ સરકારી ટેક્સ છે. કેન્દ્ર સરકાર તેમાં એક્સાઈઝ ડયૂટી લે છે અને રાજ્ય સરકારો તેમાંથી વેટ લેતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *