OBC નેતા જગદીશ ઠાકોરને કોંગ્રેસે ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવ્યાં

ન્યુઝ ડેસ્ક – ઉત્તર ગુજરાતના ઓબીસી નેતા જગદીશ ઠાકોરને કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. ગુજરાત પ્રદેશનો કારભાર જગદીશ ઠાકોરને સોંપવા પાછળ કોંગ્રેસનું ગણીત ઓબીસી સમાજને પોતાના તરફે કરવાનુ છે. જગદીશ ઠાકોર કોંગ્રેસના દિગ્ગજ નેતા છે અને તેઓ પૂર્વ સાંસદ પણ છે. પાટણ લોકસભાની સીટ પરથી તેઓ બબ્બે વખત સાંસદની ચૂંટણી લડ્યા હતા અને બંને વખતે તેમને ભવ્ય વિજય થયો હતો.

ખેર, એક સમય એવો પણ આવ્યો હતો કે, જગદીશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું હતુ અને જાહેર કર્યું હતુ કે, હવેથી તેઓ પાર્ટીના એક સામાન્ય કાર્યકરની જેમ કામ કરશે. જોકે, પ્રદેશ પ્રમુખ બન્યા પછી જાણે તેમની લોટરી લાગી હોય તેવો ઘાટ સર્જાયો છે. અલબત્ત, જગદીશ ઠાકોર એક પાયાના કાર્યકર છે અને તેમને બહોળો અનુભવ પણ છે. કોંગ્રેસના મોવડી મંડળનો આ નિર્ણય હવે કેટલો કારગત નીવડે છે તે આગામી ચૂંટણીના પરિણામો પછી જ બહાર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *