UP Election – ઉન્નાવ રેપ પિડિતાની માતાને કોંગ્રેસે વિધાનસભાની ટિકિટ આપી, આશા વર્કરને પણ ટિકિટ

up election – ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચુંટણીમાં ભાજપ, સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ગળાકાપ સ્પર્ધા શરુ થઈ છે. ચુંટણી પ્રચારથી માંડીને ઉમેદવારોની પસંદગીના મામલામાં પણ નવાનવા પ્રયોગો થઈ રહ્યા છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં સરકાર બનાવવા તમામ રાજકીય પક્ષો અવનવી તરકીબ અજમાવી રહ્યા છે.

કોંગ્રેસે આ વખતે ચુંટણીમાં મોટાભાગે મહિલાઓને ટિકિટ આપવાનો નિર્ણય કર્યો છે. અને વિધાનસભાની ચુંટણીના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી છે. જેમાં 125માંથી 50 ઉમેદવાર મહિલા છે.

કોંગ્રેસની પહેલી યાદીમાં ઉન્નાવ રેપ પિડિતાની માતાનું નામ પણ છે. તેમને ઉમેદવાર તરીકે કોંગ્રેસે ટિકિટ આપી છે. જ્યારે આશા વર્કરોના પગાર વધારાની માંગણી સાથે આંદોલન કરનારી આશા વર્કર પૂનમ પાંડેને પણ ટિકિટ આપવામાં આવી છે.

આ વખતે ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચુંટણી લડવાની જવાબદારી કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ ઉપાડી છે. અને તેમણે મહિલાઓને પ્રાધાન્ય આપવાની શરુઆત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *