કોરોના ઈફેક્ટ – ગુજરાત સરકારે વાઈબ્રન્ટ સમિટને મૌકુફ રાખ્યો

Vibrant Gujarat – દેશમાં કોરોનાની ત્રીજી વેવ શરુ થતા ગુજરાત સરકારે વાઈબ્રન્ટ સમિટને મૌકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. 10થી 12 જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં વાઈબ્રન્ટ મહોત્સવ ઉજવવાનો હતો.

દેશ વિદેશના ઈન્વેસ્ટરો વાઈબ્રન્ટમાં ભાગ લેવા તૈયાર પણ હતા. સરકારે વાઈબ્રન્ટને સફળ બનાવવા માટેની તૈયારીઓ પણ પૂર્ણ કરી લીધી હતી. ગાંધીનગરના અધિકારીઓ ખડેપગે વાઈબ્રન્ટની તૈયારીઓમાં જોતરાયેલા હતા.

પરંતુ, છેલ્લા એક સપ્તાહમાં રાજ્યમાં કોરોનાના કેસોમાં જબરદસ્ત ઉછાળો આવતા ગુજરાત સરકાર મુંઝવણમાં મુકાઈ હતી. આખરે, સરકારે વાઈબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે પાંચ દેશોના પ્રધાનમંત્રીઓ પણ હાજરી આપવા તૈયાર હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *