ગુજરાતમાં ઔવેસીની AIMIM પાર્ટી ખાતુ ખોલે તેવી સંભાવના, AAP 18 સીટો પર આગળ

ન્યુઝ ડેસ્ક – ગુજરાતની છ મહાનગર પાલિકાની ચૂંટણીની મતગણતરી શરુ થઈ ચુકી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં મતગણતરી શરુ થતા જ રાજકીય કાર્યકરોમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી.

દર વખતની જેમ આ વખતે પણ શરુઆતી પરિણામોમાં ભાજપની બઢત જોવા મળી હતી. જેને કારણે છ શહેરોના ભાજપ કાર્યાલયો પર વિજયોત્સવની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી હતી.

આ લખાય છે ત્યાં સુધીમાં લગભગ 250 સીટોની મતગણતરી અંતિમ તબક્કામાં છે અને તેમાં લગભગ 170 સીટો પર ભાજપ આગળ છે. જ્યારે કોંગ્રેસ 45 સીટ પર આગળ છે. આશ્ચર્યજનક રીતે આમ આદમી પાર્ટીના ઉમેદવારો 18 સીટો પર આગળ છે. જ્યારે ગુજરાતમાં પહેલી વખત ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખનારી ઔવેસીની એઆઈએમઆઈએમના 4 સીટો પર આગળ છે.

મતગણતરીમાં જોવા મળેલા ટ્રેન્ડ મુજબ, છ મહાનગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાય તેવી સંભાવના જોવાઈ રહી છે. કોંગ્રેસની સીટોમાં પણ વધારો થાય તેમ જણાય છે. આમ આદમી પાર્ટી અને એઆઈએમઆઈએમનું પણ ગુજરાતમાં ખાતુ ખુલે તેવી પણ સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *