સસ્તા દામે કેળા વેચવા કરતા પાઉડર બનાવીને મોંઘાભાવે વેચવાનો કિમીયો

ન્યુઝ ડેસક – જીવનના દરેક ક્ષેત્રમાં સાહસ ની સાથે પ્રયોગશીલતા વધુ સફળતા અપાવી શકે છે. ખેતીનું ક્ષેત્ર પણ એમાંથી બાકાત નથી. ખેતીમાં સતત નવા પ્રયોગો કરનાર ખેડૂતો ખેતીને વધુ વળતરયુક્ત બનાવવા માં પ્રેરક બને છે.


સાવલી તાલુકાના વાંકાનેરના ગૌભક્ત ખેડૂત ધર્મેશ પટેલે ગાય આધારિત ખેતીના સફળ સાહસ પછી એમની શુદ્ધ અને સાત્વિક ખેત પેદાશો ના મૂલ્ય વર્ધન ની દિશામાં આગળ વધી રહ્યા છે.
તેમણે તાજેતરમાં કેળા અને ટામેટાનો પાઉડર બનાવી તેને વેચવાનું શરુ કર્યું છે.

ઓનલાઇન વેચાણ કરતી કંપનીઓ દ્વારા વેચવામાં આવતો કેળાનો પાવડર ખૂબ મોંઘા ભાવે વેચાય છે. ધર્મેશભાઈ એ એક પ્રયોગ તરીકે 10 કિલો કાચા કેળા ની છાલ કાઢી, ચિપ્સ બનાવી,તેને મધ્યમ તાપમાં સૂકવી ને લગભગ દોઢ કિલો પાવડર બનાવ્યો છે.

તે જ રીતે 5 કિલો દેશી ટામેટાંમાંથી ઉપર ની પ્રક્રિયા પછી લગભગ અઢીસો ગ્રામ પાવડર બન્યો છે. કાચા કેળા નો પાવડર કેલશ્યમ થી સમૃદ્ધ હોઇ, અન્ય લોટ સાથે ભેળવી તેનો રોટલી, ભાખરી બનાવવામાં ઉપયોગ થઈ શકે. તેનો શીરો અને ફરાળી વાનગીઓ બની શકે. તે જ રીતે ટામેટાનો ખટમીઠો પાવડર રસોઈ ને ચટાકેદાર બનાવી શકે.અને મોટો ફાયદો એ કે તેમાં કોઈ હાનિકારક રાસાયણિક તત્વો પણ ના હોય.

તેઓ આ જ રીતે કેળાની વેફર,ટામેટાં નો સોસ બનાવવાનું તેઓ વિચારી રહ્યાં છે.
કેળાં કે ટામેટાં જેવી ખેત પેદાશો જ્યારે મબલખ પાકે છે ત્યારે ભાવ ગગડી જતા હોય છે. એટલે કેળાના પાકને ક્ષુલ્લક કિંમતે વેચી દેવા કરતા તેનો પાઉડર બનાવીને વેચવાથી ખેડૂતનો વધુ લાભ થતો હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *