સ્વચ્છતા અભિયાન – ૧૦ હજાર કિલો પ્લાસ્ટિક કચરાનો નિકાલ

વડોદરા – ભારત સરકારના યુવા બાબતો અને રમત મંત્રાલય, નહેરુ યુવા કેન્દ્ર, વડોદરા અને વડોદરા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ૧ ઓક્ટોબર, ૨૦૨૧ થી જિલ્લાના તમામ સરકારી અને બિનસરકારી વિભાગોના સંકલનમાં સ્વચ્છ ભારત કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે.આ કાર્યક્રમ દેશના તમામ જિલ્લાઓમાં ચલાવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિક ઇન્ડિયાનો લક્ષ્યાંક સમગ્ર ભારતમાં ૭૫ લાખ કિલોગ્રામ પ્લાસ્ટિકનો સંગ્રહ અને નિકાલ કરવાનો હતો.

વડોદરા જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૦ હજાર કિલોથી વધુ પ્લાસ્ટિક એકત્ર કરી તેનો નિકાલ કરવામાં આવ્યો છે.
સ્વચ્છ ભારત કાર્યક્રમ હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ, સ્વસહાય જૂથો, રાષ્ટ્રીય સેવા યોજના, રેલ્વે વિભાગ, આરોગ્ય વિભાગ, NGO દ્વારા આ કાર્યક્રમમાં સક્રિય ભાગ ભજવ્યો હતો.

આ કાર્યક્રમ ૩૧ ઓક્ટોબર, ૨૦૨૧ સુધી ચાલુ રહેશે.જેમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી કેતુલભાઈ મહરીયા, સ્વચ્છ ભારત મિશનના જિલ્લા સંયોજક રૂપાબેન ગોહિલ વગેરેનો વિશેષ સહયોગ રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *