ડ્રગ કેસમાં મહારાષ્ટ્રના રાજનેતાઓ વચ્ચે કકળાટ

મુંબઈ – ડ્રગ કેસમાં હવે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ફડનવીસ અને રાજ્યના મંત્રી નવાબ મલિક વચ્ચે કકળાટ શરુ થયો છે. નવાબ મલિકે સોમવારે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી કેટલીક તસવીરો જાહેર કરી હતી. જેમાં પૂર્વ મુખ્યમંત્રી ફડનવીસ અને તેમની પત્ની અમૃત સાથે એક શખ્સ ઉભેલો જોવા મળે છે. મલીકનું એવુ કહેવુ છે કે, આ અજાણ્યો શખ્સ બીજો કોઈ નહીં પણ ડ્રગ તસ્કર જયદીપ રાણા છે. આ વર્ષના જૂન મહિનામાં જયદીપ રાણાએ ડ્રગ્સના કેસમાં રાણાની ધરપકડ કરી હતી અને હાલમાં તે જેલમાં છે.

બીજી તરફ પોતાની ઉપર લાગેલા આરોપો અંગે ફડનવીસે પણ મોરચો ખોલ્યો છે. તેમણે જણાવ્યુ હતુ કે, નવાબ મલિકે જે તસવીરો જાહેર કરી છે. તે ચાર વર્ષ પુરાણી છે. ડ્રગ તસ્કર જયદીપ રાણા સાથે તેમનો તથા તેમના કોઈપણ પરિવારજનનો કોઈ સંબંધ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *