વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે વિવાદ ?

ન્યુઝ ડેસ્ક – ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે વિવાદ શરુ થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કહેવાય છે કે, વિરાટ કોહલીને વન-ડે ટીમના કેપ્ટન પદેથી હટાવીને રોહિત શર્માને બીસીસીઆઈએ કપ્તાન બનાવ્યો હતો. આ ઘટના બાદ બંને વચ્ચે વિવાદ શરુ થયો છે.

જોકે, ટેસ્ટ ટીમના કેપ્ટન પદે હજી વિરાટ કોહલી જ છે. આગામી દિવસોમાં સાઉથ આફ્રિકામાં રમાનારી વન-ડે સિરીઝમાં રોહિત શર્માને ટીમની કપ્તાની કરવાની તક બીસીસીઆઈએ આપી હતી. પરંતુ, તાજેતરમાં પ્રેક્ટિશ દરમિયાન રોહિત ઈન્જર્ડ થતા તેને અનફિટ જાહેર કરવામાં આવ્યો હતો.

જોકે, સામાપક્ષે વિરાટ કોહલીએ અંગત કારણોસર સાઉથ આફ્રિકાની સીરીઝમાં રમવાનો ઈનકાર કરી દીધો હતો. કહેવાય છે કે, જાન્યુઆરી મહિનામાં વિરાટની દીકરીનો જન્મ દિવસ આવે છે. અને વિરાટ આ દિવસ પોતાના પરિવાર સાથે વિતાવવા ઈચ્છે છે.

ખેર, રોહિત અને વિરાટ વચ્ચેના વિવાદની ખબર વાયુવેગે સોશિયલ મીડિયામાં પ્રસરી રહી છે. આજે વિવિધ ન્યુઝ પોર્ટલોમાં આ સમાચાર વાયરલ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *